Arvindbhai Jivabhai School, Patan

અમારા વિશે

અમારા વિશે

શ્રી અરવિંદ જીવાભાઈ શાહ તથા ડો.જે.એચ.પંચોલીના માર્ગદર્શનથી જુન-૨૦૦૭ થી એક્સ્પેરિમેન્ટલ પ્રાથમિક શાળાનીશરૂઆત થયેલ. જેમાં ધોરણ ૫ થી ૭ નો સમાવેશ કરવામાં આવેલ. આ તમામ ધોરણોના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૫૦ હતી. સમય જતા મેનેજમેન્ટના સુચારુ માર્ગદર્શન તેમજ આચાર્યશ્રીના સુંદર સંચાલન દ્વારા આજે સંસ્થા સફળતાના શિખરો સર કરતી બીજમાંથી ખુબજ સુંદર મજાનું વટવૃક્ષ બનીચુકી છે.
તા: ૨૬/૦૧/૨૦૧૪ ના રોજ સંસ્થાનું 'નામાંભિમાન' રાજ્યના શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા તેમજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ ના પ્રમુખશ્રી તનિલભાઈ શાહના વરદ હસ્તે કરવામાં આવેલ. જેઓની સાથે કેમ્પસના એકઝીક્યુટીવ ડાયરેક્ટર શ્રી ડો.જે.એચ.પંચોલી, શ્રીમતી યામિનીબેન દેસાઈ-સેક્રેટરી NGES પાટણ તેમજ પાટણ જીલ્લાના ધારાસભ્ય શ્રી રણછોડભાઈ દેસાઈએ પણ હાજરી આપેલ.
આમ, ૨૬/૦૧/૨૦૧૪ થી એક્સ્પેરિમેન્ટલ પ્રાથમિક શાળા અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા તરીકે નવા નામ અને સ્વરૂપે અસ્તિત્વમાં આવી. હાલમાં અમારી સંસ્થા પ્લેગ્રુપ થી માંડીને ધોરણ-૮ સુધીના ૨૫ વર્ગો ચલાવી રહી છે. જેમાં ૧૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

શ્રી અરવિંદ જીવાભાઈનું જીવન ઝરમર



શ્રી અરવિંદ જીવાભાઈ શાહનો જન્મ ૧૦/૦૧/૧૯૩૮ ના રોજ પાટણ મુકામે થયો હતો.તેઓએ ધોરણ ૧૦ સુધી શિક્ષણ પાટણમાં મેળવેલ. તેમણે પોતાના વ્યવસાયિક જીવનની શરૂઆત ઝવેરી તરીકે ૧૯૫૪માં કરેલ. જે ૧૯૭૦ સુધી ચાલુ રાખેલ. ૧૯૬૪માં ફોસ્ફેટ કેમિકલના ઉદ્યોગની શરૂઆત કરેલ. જે હાલમાં એમના મોટા પુત્ર શ્રી જીગ્નેશભાઈ અરવિંદભાઈ શાહ કેમિકલ ના વિવધ ક્ષેત્રોમાં વિસ્તારી રહ્યા છે. ૧૯૯૧માં તેમના નાના પુત્ર પ્રગ્નેશભાઈ અરવિંદભાઈ શાહે તેમના જુના ડાયમંડના વ્યાપારને પુન:પ્રસ્થાપિત કરેલ. છેલ્લા વીસેક વર્ષોથી તેઓએ પોતાનું સમગ્ર જીવન સમાજ સેવામાં સમર્પિત કરેલ. તેમને વાંચન, પ્રવાસ તેમજ સમાજ સેવામાં રસ હતો. તેઓ ૧૯૭૪માં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના જોઈન્ટ સેક્રેટરી તરીકે જોડાયા. તેમેણે શિક્ષણ દ્વારા સમાજમાં સેવા કરવાનો ઊંડો રસ હતો. આ સંસ્થાના વિકાસમાં તેઓ હમેશા સહભાગી બન્યા. છેલ્લા ચાલીસ વર્ષથી આ સંસ્થાના વિકાસમાં તેમણે સમય અને મહેનત સમર્પિત કરેલ. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ મેનેજમેન્ટના ટ્રસ્ટી રહેલ.

તેઓ પાટણ કો-ઓપરેટીવ બેન્કના સ્થાપક સભ્ય હતા. તેમણે મુંબઈ માં ૧૯૮૦માં બેન્કની સ્થાપના કરી હતી. ત્યાર પછી તેના વિકાસની પ્રવૃતિમાં ભાગીદાર થયેલ. જે દરમિયાન તેઓ ડાયરેક્ટર, વાઈસ ચેરમેન અને ચેરમેન પદે રહી ચુક્યા છે. તેમને મોરબી(સૌરાષ્ટ્ર) પૂર પીડિત રાહત કેમ્પમાં કામગીરી કરેલ હતી. તેમેણે એક મહિનો આ આફતમાં કેમ્પ નાખી સેવા કરેલ છે. ભૂકંપ રાહત કેમ્પમાં તેમણે પાટણ અને તેની આસપાસના અસરગ્રસ્ત ગામડાઓમાં સેવા આપેલ છે. અને કચ્છમાં આફતથી પિડિત લોકો માટે મેડીકલ કેમ્પનું આયોજન કરેલ. તેમણે અસરગ્રસ્ત રહેણાંક મકાનોને રિપેર કરાવી આપેલ અને ગામડાઓની આસપાસ અસરગ્રસ્ત શાળાની ઇમારતો અને અસરગ્રસ્ત સંસ્થાઓની ઇમારતોને પણ રીપેરીંગ કરાવેલ.

તેમેણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી પાટણની સ્થાપનામા માર્ગદર્શક તરીકેનો રોલ અદા કરેલ. તેમેણે યુનીવર્સીટી કેમ્પસમાં અલગ અલગ સંસ્થાની સ્થાપના શક્તિ અનુસાર દાન એકઠું કરવામાં મદદ કરેલ છે.

આવું અસાધારણ વ્યક્તિત્વ ધરાવનારા તેમજ ઉચ્ચકોટીના સમાજ સેવી એવા શ્રી અરવિંદ જીવાભાઈ શાહે તા: ૨૫/૦૧/૨૦૧૪ના રોજ આપણી વચ્ચેથી અવિસ્મરણીય ચીર વિદાય લીધી અને તા: ૨૬/૦૧/૨૦૧૪ અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા રૂપે આપણા હૃદયબ્રિંદમાં હમેશ માટે બિરાજમાન થયા.