ક્ષ` Arvindbhai Jivabhai School, Patan Arvindbhai Jivabhai School, Patan

ટ્રસ્ટ વિશે

યુવાધનનું શિક્ષણ દરેક રાજ્યના પાયારૂપ છે. ૫૦ વર્ષ પહેલા, કેટલાક સ્વપ્નદ્રષ્ટાઓએ ગુજરાતની તે વખતની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીની પાટણ ખાતે સ્થાપના કરેલ. પાટણ એ સરસ્વતી નદીને કિનારે આવેલ એક ઐતિહાસિક નગરી છે, કે જે આઝાદી પહેલા ૬૦૦ વર્ષ સુધી ગુજરાતની રાજધાની તરીકે ખ્યાતી પામેલ. હાલમાં પતન એ ઉત્તર ગુજરાતના વિવિધ પ્રાંતો જેવા કે, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠાના ઉચ્ચ શિક્ષણનું હેડ ક્વાર્ટર ગણાય છે. હેમચંદ્રાચાર્ય, સિદ્ધરાજ જયસિંહ અને વનરાજસિંહ ચાવડા જેવા મહાન વિદ્વાનોની આ ભૂમિ છે. ગુજરાતી ભાષા અને સાહિત્ય, ધર્મ અને તત્વજ્ઞાન માટેનો તેમનો નોંધપાત્ર ફાળો આજે પણ અનન્ય તેમજ અનુકરણીય છે.

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ એ એક પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ છે. જે સોસાયટીના રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ ઈ.સ.૧૯૫૯ માં નોંધાયેલ છે. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની સુવિધાઓ પૂરી પડવાનો હતો.

હકીકતમાં, આ લખતાં અમે ગૌરવ અનુભવીએ છીએ કે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગુજરાતની વિકાસગાથામાં ફાળો આપી વિશ્વકક્ષાએ સાચાં અર્થમાં નામના પ્રાપ્ત કરેલ છે. ગુજરાતની સમૃદ્ધિ અને પ્રગતતિરૂપી પાંખો પ્રસરાવવામાં એન.જી.ઈ.એસ. કેમ્પસે પાયાની ભૂમિકા ભજવેલ છે. આજે આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યની કામગીરીમાં મુખ્ય અને પ્રતિષ્ઠિત પદ ધરાવે છે. ત્યારે જ આ શક્ય બન્યું છે.

સક્રિય વ્યક્તિગત વિકાસ દ્વારા જે સમયે શિક્ષણને પ્રાધાન્ય આપવામાં નહોતુ ત્યારે સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવા માટે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીએ સમાજને રાષ્ટ્રીય મહત્વાકાંક્ષી મહાનુભવોનું સર્જન કરી પોતાનું વિઝન સાબિત કર્યું છે.

સોસાયટીની શરૂઆતથી જ ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવી તે જ મૂળભૂત ધ્યેય રહેલો છે. તેના લીધે જ આજે અમે વિદ્યાર્થીઓને યોગ્યરૂપે પાયાથી સંશોધન સ્તરે સ્નાતક કરીએ છીએ.

ઉત્કૃષ્ટ શિક્ષણ આપવાના હેતુથી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના સ્થાપકો શેઠશ્રી ચીમનલાલ જયચંદ શાહ, શેઠશ્રી ભોગીલાલ લહેરચંદ, શ્રી વિજયકુમાર એમ. ત્રિવેદી, શેઠશ્રી સુંદરલાલ રાયચંદ, શેઠશ્રી તુલસીદાસ કિલાચંદ અને શ્રી ભાઈચંદભાઈ ગુલાબભાઈ પટેલે પોતાના જીવનને સમર્પિત કરેલ.

સોસાયટીના બીજા સભ્યોમાં શેઠશ્રી કાંતિલાલ નહાલચંદ, શેઠશ્રી રામદાસ કિલાચંદ, શેઠશ્રી જીવણલાલ છોટાલાલ, શેઠશ્રી પ્રતાપ ભોગીલાલ, શેઠશ્રી અરવિંદ જીવાભાઈ અને અન્ય કે જેઓ વિવિધ ઔદ્યોગિક, વ્યાપારી અને શૈક્ષણિક, વહીવટી તેમજ જાહેર સંસ્થાઓ સાથે જોડાયેલા નામાંકિત મહાનુભાવો હતા. આજે એન.જી.ઈ.એસ. શેઠશ્રી તનીલ આર. કિલાચંદ (પ્રમુખશ્રી), શેઠશ્રી નિર્મલ પ્રતાપ ભોગીલાલ (ઉપપ્રમુખશ્રી), શેઠશ્રી જીગ્નેશ અરવિંદ શાહ (જનરલ સેક્રેટરીશ્રી), શ્રી વિરેન્દ્ર પોપટલાલ શાહ (ટ્રેઝરરશ્રી), ડૉ. જીતેન્દ્રકુમાર એચ. પંચોલી (એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરશ્રી) અને શ્રીમતી યામિનીબેન એમ. દેસાઈ (સેક્રેટરીશ્રી, પાટણ) જેવા મહાનુભવોના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર રીતે ચાલી રહી છે.

આર્ટ્સ અને સાયન્સ કૉલેજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીની પહેલી સ્થાપના હતી કર જેનું ઈ.સ. ૧૯૯૧માં શ્રી અને શ્રીમતી પૂનમચંદ કરમચંદ કોટાવાલા આર્ટ્સ કૉલેજ અને શેઠશ્રી મોતીલાલ નહાલચંદ સાયન્સ કૉલેજમાં વિભાજન થયું.

આજે આ કેમ્પસમાં ૯ કોલેજો, ૩ શાળાઓ (૧ ગુજરાતી માધ્યમની માધ્યમિક શાળા, ૧ ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળા અને ૧ અંગ્રેજી માધ્યમની C.B.S.E. શાળા), ૨ કુમાર છાત્રાલયો, ૨ કન્યા છાત્રાલયો, મ્યુઝિયમ હોલ અને વિશાળ રમત-ગમતનું મેદાન આવેલા છે.

બધી જ ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજો UGC ના (2F) માં રજીસ્ટર થયેલ છે. હાલમાં લગભગ ૧૩,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ આ કેમ્પસમાં અભ્યાસ કરી રહ્યા છે.

૩૪ એકરમાં ફેલાયેલ એન.જી.ઈ.એસ. કેમ્પસ હવા ઉજાસવાળા વર્ગખંડો, સાધન-સંપન્ન પ્રયોગશાળાઓ અને વર્કશોપો તેમજ આધુનિક સભાખંડો વગેરે જેવા ઉચ્ચ શૈક્ષણિક બાંધકામો ધરાવે છે.

આ કેમ્પસમાં સાધન-સંપન્ન કમ્પુટરાઈઝ લાઈબ્રેરી અને રીડીંગરૂમની સુવિધાઓ છે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક, રાજકીય, આર્થિક અને ટેકનોલોજીના ક્ષેત્રે વિશ્વ કક્ષાએ સજ્જ કરવા કેમ્પસનું પુસ્તકાલય પુસ્તકો, સાહિત્યો, સાપ્તાહિકો તેમજ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય જનરલો થકી સંપન્ન છે. ઈ.સ. ૧૯૮૨ માં ખૂબ જ વિશાળ મ્યુઝિયમ હોલની સ્થાપના કરવામાં આવેલ છે.