Arvindbhai Jivabhai School, Patan

આચાર્ય સંદેશ

વ્હાલા,
વાલીમિત્રો,

વિદ્યાર્થીની લેશન ડાયરી બાળકની શાળામાં શીખવાની અને ઘરમાં તેની પ્રવુંતીઓ વચ્ચે એક મુલ્યવાન કડી છે. તે તમને બાળકની વર્ગખંડ અને વર્ગખંડની બહારની પ્રવુતિઓમાં ભાગીદારી વિશે માહિતગાર રાખે છે. શિક્ષક દ્વારા આપવામાં આવતા સંદેશા/સુચનાઓનો તમે નિયમિત પ્રતિસાદ આપો તેવી શાળા આપની પાસે અપેક્ષા રાખે છે. બાળક કદાચ પોતાની ફરજ ભૂલી શકે છે, પરંતુ વાલીશ્રી હમેંશા જાગૃત હોય છે. જેના માટે વાલીશ્રીઓએ નીચેના સૂચનોનિ નોધ લેવી.

વિદ્યાર્થીની ડાયરી શાળાના સ્ટાફ અને આપની વચ્ચે અસરકારક સંદેશા વ્યવહાર કરવા માટે હોય છે.

તે જરૂરી છે કે તમે તમારા બાળકની ડાયરીનું દરરોજ નિરિક્ષણ કરો.

બધા જ સંદેશાઓની નીચે તમારે સહી કરવી જોઈએ.

કોઈ બાબતે તમે વર્ગ શિક્ષક કે વિષય શિક્ષક સાથે વાત કરવા ઈચ્છો છો તો લેશન ડાયરીનો ઉપયોગ કરો.

વાલીશ્રી તેમના બાળકની પ્રગતીનિ ચર્ચા કરવા વર્ગ શિક્ષકને નક્કી કરેલા દિવસે કે સમયે મળી શકે છે.

બધા વાલી વાલીમીટીંગમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

વાલીમિત્રોને વિનંતી કે આચાર્ય કે સુપરવાઈઝરનિ પૂર્વ મંજુરી સિવાય સીધા જ વર્ગખંડમાં ન જવું.

છેલ્લે ડાયરીની યોગ્ય જાળવણીમાં અપના અને વિદ્યાર્થીના સહકારથી તમારા બાળકના લાંબાગાળાના શૈક્ષણિક હેતુઓ વધુ અસરકારકરીતે સિધ્ધ કરી શકશે.

શુભેચ્છાઓ સાથે…