Under the guidance of Mr. Arvind jivabhai and Dr. J.H. Pancholi ‘Experimental primary school was initiated in the month of June 2007 with 150 students of standard 5th to 7th . As time passed, under the able guidance of honourable principals and management, the school has transformed into huge majestic educational banyan tree from a mere seed .
On 26th January 2014, the institute was named by honourable education minister of Gujarat state, Mr. Ramanlal vora and honourable president of North Gujarat education society, Mumbai Mr. Tanil kilachand shah. Dr.J.H.Pancholi honourable execucative director N.G.E.S, Patan, Mrs.Yaminiben Desai honourable secretary N.G.E.S, Patan and Mr. Ranchhodbhai Desai honourable M.L.A. Patan district have graced the auspicious presence on this memorable day.
Thus , on 26th January 2014 onword ‘ Experimental primary school ‘ came into existence as “ARVIND JIVABHAI PRIMARY SCHOOL”. At present our school provides education to 1400 students of 26 classes from playgroup to stanadard 8.
National and international archived fame dignitaries our trustees dedicated their body, mind & wealth in selfless price. And now the school is possessing top most position in district.

Mr. Arvind Jivabhai's Early life

Mr. Arvind Jivabhai Shah was born on 10th January 1938 in Patan, Gujarat. up to class 10, he received his education from Patan. He started his career as a diamond merchant back in 1954 and continued till 1970. In 1964, he started new venture in chemical industry. And now his elder son Mr. Jignesh Arvindbhai Shah is expanding it tremendously. In 1991, his younger son Mr. Pragnesh Arvindbhai Shah re-launched his diamond business. He had dedicated last 20 years of his life for social services. His interest areas were reading, travelling and social services.He joined N.G.E.S. as joint secretary in 1974 as he had keen interest to serve society through education. He played a key role in the development of N.G.E.S. Since 1974, he had dedicated his time and efforts for the betterment of N.G.E.S. He remained trustee of management for 20 years.

He was also founder of Patan Co – Operative Bank. He established it in Mumbai in 1980. He also actively participated for its development. During that time span , he was designated as Director, Vice – Chairman and Chairman of it. He served as a volunteer in Morbi flood relief camp for one month. He organized medical camp in Kutch during earthquake and also served in Patan and affected villages around Patan. He also supported in repairments of affected houses, school buildings and public organizations.

He played a role of advisor and guide in establishment of Hemchandracharya North Gujarat University, Patan. He also helped university to raise fund for the establishment of different institutions of H.N.G.U. campus.

Shri Arvind Jivabhai shah, a unique persona and noble social servant left us on 25th January 2014, but he is still alive in our hearts as “ARVIND JIVABHAI PRIMARY SCHOOL”.

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત

અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા

શાળા પરિચય

  • મેનેજમેન્ટ

        અમારી શાળાનું નામ અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા છે. જે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ દ્વારા સંચાલિત છે. જેના પ્રમુખ શેઠ શ્રી તનિલ કિલાચંદ, ઉપ પ્રમુખ શેઠશ્રી નિર્મલ પ્રતાપ ભોગીલાલ અને જોઈન્ટ સેક્રેટરી શેઠ શ્રી જીગ્નેશ અરવિંદ શાહ છે.

          અમારું કેમ્પસ એન.જી.ઈ.એસ. કેમ્પસ તરીકે ઓળખાય છે. જે ગુજરાતના પ્રખર શિક્ષણવિદ એવા શ્રી ડૉ. જે.એચ. પંચોલી સાહેબ કે જેઓ કેમ્પસના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે માનદ સેવા આપી રહ્યા છે. તેઓના માર્ગદર્શન હેઠળ અમારું કેમ્પસ પાટણ શહેર જ નહિ પરંતુ સમગ્ર જીલ્લાના ગામોના વિદ્યાર્થીઓની પણ  સફળ કારકિર્દી માટે સતત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. તેમજ કેમ્પસ ડેવલોપમેન્ટ ઓફિસર તરીકે યુવા અને જુસ્સાથી ભરપુર વિઝનરી શ્રી જયભાઈ ધ્રુવ ખૂબ જ ઉત્કૃષ્ટ સેવા આપી રહ્યા છે. શાળામાં આચાર્ય તરીકેની જવાબદારી શ્રી સંજયભાઈ પંચોલી નિભાવી રહ્યા છે.

  • શાળામાં ચાલતા ધોરણ

          શાળામાં આચાર્ય તરીકેની જવાબદારી શ્રી સંજયભાઈ પંચોલી નિભાવી રહ્યા છે. શાળામાં બાલવાટિકામાં નર્સરી, જુ. કેજી અને સિ. કેજી ના એક એક વર્ગ ચાલે છે. જયારે ધો-૧ થી ૭ ના ત્રણ ત્રણ વર્ગો અને ધો-૮ ના ચાર વર્ગો ચાલે છે. એમ કુલ ૨૮ વર્ગો ચાલે છે. જેમાં બાલવાટિકા અને ધો-૧ થી ૫ સવારપાળીમાં અને ધો- ૬ થી ૮ બપોર પાળીમાં ચાલે છે. વિદ્યાર્થીઓમાં સમાનતાનો ભાવ કેળવાય તે હેતુથી દરેક વર્ગોને એ,બી,સી,ડી કે અ,,,ડ એવા નામ આપવાને બદલે સાહિત્યકાર, વૈજ્ઞાનિક, ક્રાંતિકારી તેમજ ઋષીઓના નામો આપવામાં આવ્યા છે. જેવા કે, એ.પી.જે. અબ્દુલ કલામ, રાણી લક્ષ્મીબાઈ, પ્રેમાનંદ, વાલ્મીકી, બાલ ક્રિશ્ના વગેરે . . .

  • સહઅભ્યાસિક અને મૂલ્યલક્ષી શિક્ષણ

            શાળામાં બાળકોના સર્વાંગીણ વિકાસ માટે શૈક્ષણિક સાથે સહઅભ્યાસિક  પ્રવૃત્તિઓને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. દરરોજ પહેલા તાસમાં મૂલ્યલક્ષી પ્રવૃત્તિ તેમજ બે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો કરાવવામાં આવે છે.

  • સ્માર્ટ ક્લાસ

શિક્ષણને સરળ અને આનંદમય બનાવવા માટે  દરેક વર્ગમાં સ્માર્ટ બોર્ડ દ્વારા પ્રેઝન્ટેશન થકી ઉત્તમ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા સ્માર્ટ ક્લાસ કાર્યરત.

  • ભાર વગરનું ભણતર

                શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ શૈક્ષણિક સંસાધન રાખવા શાળામાં શૈક્ષણિક સંસાધન રૂમની વ્યવસ્થા છે. જેનો ઉપયોગ શિક્ષણ કાર્ય દરમિયાન જરૂરિયાત મુજબ શિક્ષકશ્રી કરે છે.

              અમારે ત્યાં “ભાર વગર”ના ભણતર સંદર્ભે વિશેષ ટાઈમ ટેબલ છે. દરેક વિષયના મુદ્દાઓના સરળીકરણ માટે અને તેની સંકલ્પના બાળકો સહજતાથી સમજી શકે તે માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક સંસાધનોના પૂરતા ઉપયોગ દ્વારા શિક્ષકશ્રીઓ દ્વારા અધ્યાપન કાર્ય કરાવવામાં આવે છે.

  • પ્રાથમિક સારવાર વિભાગ

               શાળામાં પ્રાથમિક સારવાર રૂમ છે. જેમાં ઘરઘથ્થુ ઉપચારમાં વપરાતા મીઠું, હળદર, ચા, ખાંડ જેવી વસ્તુઓ સાથે આયોડેક્સ, બામ, સોફ્રામાઈસીન, ડેટોલ, પાટા જેવી ફર્સ્ટ એડની સામગ્રી રાખવામાં આવે છે. સામાન્ય તકલીફમાં શાળા દ્વારા ફર્સ્ટ એડ આપવામાં આવે છે. વધુ તકલીફમાં શાળા દ્વારા વાલીશ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાય છે.

  • પુસ્તકાલય

               શાળામાં  જ્ઞાનના મુખ્ય સ્રોત એવી જ્ઞાન ગંગોત્રી સમાન લાઈબ્રેરી છે.. અહી વાર્તાઓ, ઈતિહાસ, વિજ્ઞાન વગેરે વિવિધ વિષયો આધારિત ૧૫૦૦ કરતાં પણ વધુ પુસ્તકો છે. દરેક વર્ગમાં ફાળવેલ લાઈબ્રેરીના તાસમાં તેમજ ફ્રી સમયમાં બાળકો અહી વાંચન કરી જ્ઞાનમાં અભિવૃદ્ધી કરે છે. પુસ્તક વાંચન બાદ વિદ્યાર્થીએ “પુસ્તક સમિક્ષા” કરવી ફરજીયાત છે. અહી ગ્રંથપાલ તરીકે શ્રી પ્રતિકભાઈ દવે જવાબદારી સંભાળે છે. વધુ વાંચન અને જવાબદારીની સમજ માટે શાળા દ્વારા એક વિશેષ પ્રોજેક્ટ  “ગ્રંથ મંદિર” ચાલે છે. જેમાં એક પેટીમાં ૧૦ પુસ્તકો અને રજીસ્ટ્રેશન ફોર્મ એક અઠવાડિયા માટે વિદ્યાર્થીને આપવામાં આવે છે. આ પુસ્તકો વિદ્યાર્થી પોતે વાંચે છે અને પરિવારના સભ્યો તેમજ પાડોશી કે સગા સંબંધીઓને પણ વંચાવે છે. આ દરમિયાન તે રજીસ્ટ્રેશન ફોર્મમાં બધી વિગતોની નોંધ રાખી ગ્રંથપાલની ભૂમિકા શીખી જવાબદારી કેળવે છે..

  • બાગ-બગીચા

                  શાળામાં કિચન ગાર્ડન છે. જેમાં ઋતુ અનુસારના શાકભાજી વાવવામાં આવે છે. સાથે જ ચોમાસામાં સૌ મીઠા જાંબુનો આનંદ પણ લે છે.

                  શાળામાં  ઔષધી બાગ બનાવવામાં આવ્યો છે. જેમાં નગોર, અરડૂસી, મીઠો લીમડો, તુલસી જેવી ઔષધિઓના છોડવા છે.

                અહી શાળાની શોભામાં અભિવૃદ્ધિ કરતાં ફૂલોના બગીચા છે. આ ત્રણેય બગીચાની જાળવણી શાળાની ઈકો કલબના વિદ્યાર્થીઓ અને સેવકો  દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે.

  • આર.ઓ.પ્લાન્ટ

                 પીવાના શુદ્ધ પાણી માટે આર. ઓ. અને કુલરની વ્યવસ્થા છે. તેમજ પૂરતા પ્રમાણમાં છોકરા – છોકરીઓ માટેના અલગ અલગ ટોઇલેટ બ્લોકની વ્યવસ્થા છે.

  • માલ્ટી ઓડીટોરીયમ હોલ

                એક માલ્ટી ઓડીટોરીયમ હોલ ની વ્યવસ્થા છે. જ્યાં એક સાથે વધુ સંખ્યામાં  બાળકોને શિક્ષણ માટે સ્માર્ટ પેનલના ઉપયોગથી શિક્ષકો પોતાના વિષયના અઘરા મુદ્દાઓ વિડીયો, ફોટા કે પ્રેઝન્ટેશન દ્વારા ઊંડાણપૂર્વક સમજાવી વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરે છે.

 

  • કોમ્પ્યુટર લેબ

                શાળામાં કોમ્પ્યુટર લેબ છે. જેમાં કુલ ૪૦ કોમ્પ્યુટર છે. તેમજ પ્રેક્ટિકલ સમજ માટે શિક્ષકશ્રી  માટે  લેબમાં પ્રોજેક્ટરની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

  • પ્રયોગશાળા

                શાળામાં તમામ જરૂરી સાધનોથી સંપન્ન પ્રયોગશાળા છે. વિજ્ઞાનમાં અભ્યાસમાં આવતા દરેક પ્રયોગો આ પ્રયોગશાળામાં ફરજીયાત કરાવવામાં આવે છે. જે વિજ્ઞાન વિષયને  સરળ બનાવે છે.

  • વિશાળ મેદાન

                                 રમત-ગમત માટે વિશાળ મેદાન અને પૂરતા સાધનો છે. તો નાના બાળકો માટે આ સરસ મજાનું બાલ ક્રીડાંગણ પણ છે.

  • સી.સી.ટી.વી. કેમેરા

                આખી શાળા અને મેદાન સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ છે. તેમજ જાહેર સુચના માટે સમગ્ર શાળા મકાનમાં સ્પિકર થકી સાઉન્ડ સિસ્ટમ ઉપલબ્ધ છે.

  • શાળા સલામતી

                સૌથી અગત્યનું શાળા સલામતી અંતર્ગત ફાયર સેફટી સિસ્ટમની સુંદર વ્યવસ્થા કરેલી છે. જેની સમયાંતરે મોકડ્રીલ કરી શાળાના તમામ બાળકોને તાલીમ પણ આપવામાં આવે છે. શાળા સલામતી અંગે પ્લાન તૈયાર કરી બાળકોને માર્ગદર્શન અને મોકડ્રીલ કરવામાં આવે  છે.

 

Translate »